દેશમાં કોરોના સતત વકરી રહ્યો છે. રાજકીય નેતાઓ પણ આ મહામારીની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રી અમિત શાહ બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે બપોરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. તેમણે આ જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી અને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે છેલ્લા એક અઠવાડિયામાં, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓને હું અપીલ કરું છું કે તમામ પરીક્ષણો કરવામાં આવે આઈસોલેટ થઈ જાય. મહત્વનું છે કે તપાસ દરમિયાન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ ચૅક-અપ માટે હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાયા હતાં. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન મને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મેં છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ તમામ લોકો ટેસ્ટ કરાવી લે અને આઈસોલેટ થઈ જાય.