એન રંગા રાવ એન્ડ સન્સ (એનઆરઆરએસ), ભારતના સૌથી મોટા અગરબત્તી ઉત્પાદક અને સાઇકલ પ્યોર અગરબત્તીના નિર્માતાઓએ અસમ સરકાર સાથે મળીને અગરબત્તીના નિર્માણ માટે વાંસ ઉત્પાદન માટે એક સમર્પિત પ્રોજેક્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. એનઆરઆરએસ આ જોડાણના માધ્યમથી વાંસની લાકડીઓ બનાવવા માટે સંચાલકીય સહાયતા અને ટેકનીકલ જાણકારી પ્રદાન કરશે. આ પહેલ સપ્લાય ચેઇનને મજબૂત કરશે તથા ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં વાંસની લાકડીઓના ઉત્પાદન માટે વેલ્યુ ચેઇન પણ મજબૂત કરશે, જે આત્મનિર્ભર ભારત પહેલ અનુરૂપ છે. ઉત્તરપૂર્વમાં વાંસ ઉદ્યોગથી વાંસનું ઉત્પાદન કરતાં ખેડૂતો અને ઉદ્યોગ સાહસિક સહિતના તમામ હીતધારકોને લાભ થશે.

(File Pic)
આ એક ક્લસ્ટર વિકાસ અભિગમ છે, જે વૃક્ષારોપણ, પરિવહન, પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને અંતે વાંસના લાકડાના વેચાણથી શરૂ કરીને તેની સપ્લાય ચેઇન સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવશે. એનઆરઆરએસ એક વર્કિંગ મોડલની સ્થાપના કરવા માટે રાજ્ય વાંસ વિકાસ એજન્સી સાથે મળીને કામ કરશે, જે વિશેષરૂપે ક્લસ્ટર વિકાસ અભિગમની સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટકાઉપણાની મહત્વતા સાથે આ ક્લસ્ટર સંસાધનોને સામૂહિક ઉપયોગને પ્રોત્સાહિત કરશે, જેના પરિણામ સ્વરૂપે ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ અને રોજગારમાં વૃદ્ધિ થશે.

(File Pic)
આ અંગે વાત કરતાં સાઇકલ પ્યોર અગરબત્તીના મેનેજિંગ ડાયરેક્ટર અર્જૂન રંગાએ જણાવ્યું હતું કે, અમે આપણી સરકારના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ કરીએ છીએ. અસમ સરકાર સાથે અસમ રાજ્ય વાંસ વિકાસ એજન્સી ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં વાંસની ખેતીને સુવ્યવસ્થિત કરવામાં અમને મદદ કરશે.
