છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 245 તાલુકામાં વરસ્યો વરસાદ, આણંદમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી

admin
2 Min Read

રાજ્યમાં વરસાદની ત્રણ સાઇકલ સક્રિય છે અને આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં મધ્યમથી ધોધમાર વરસદા ખાબક્યો છે. જેમાંથી 21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે 65 તાલુકામાં 2થી 3.8 ઇંચ અને 55 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

(File Pic)

રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં 12.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો છે. આણંદમાં આભ ભાટ્યું હોય તેમ ધોધમાર 12.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ધુંટણસમા પાણી ભરાયાં હતા. તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા.

(File Pic)

જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાયાં છે. શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાયાં છે. આમ રસ્તાઓ બંધ થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 70.32 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

(File Pic)

દક્ષિણ ગુજરાત 58 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 102 ટકા, મધ્ય-પૂર્વ ઝોન 54.52, ઉત્તર ગુજરાત 51.90 ટકા વરસાદ નોંધાયો છે. બીજીબાજુ હવામાન વિભાગ દ્વારા હજી આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ તંત્ર પણ કોઈ મુશ્કેલી ન સર્જાય તેને લઈ સજ્જ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ 10થી વધુ એનડીઆરએફની ટીમોને પણ સજ્જ કરી દેવામાં આવી છે.

Share This Article