જાણો IPL 2020ની સ્પોન્સરશીપ મેળવનાર Dream 11 વિશે

admin
1 Min Read

આઈપીએલ 2020માં ચીની કંપની વીવોની જગ્યાએ નવા ટાઇટલ સ્પોન્સર્સ તરીકે ડ્રીમ 11 જોવા મળશે. વીવોને સિઝન 13થી હટાવ્યા બાદ ડ્રીમ 11 ને આ વર્ષે આઇપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને જોતા આઇપીએલનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં કરવામાં આવનાર છે.

(File Pic)

યુએઈ ખાતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે. આપને જણાવી દઈએ કે, ડ્રીમ 11 એ ભારતમાં ફેનટેસી સ્પોટ્સ પ્લેટફોર્મ પુરુ પાડે છે. ડ્રીમ 11 ઓનલાઈન ગેમ યુજર્સને ક્રિકેટ, હોકી, ફુટબોલ, કબડ્ડી અને બાસ્કેટબોલ રમવા માટે મંજૂરી આપે છે.

(File Pic)

બહુ ટૂંકા ગાળામાં ડ્રીમ 11 ભારતમાં કરોડો લોકોને તેની તરફ આકર્ષ્યા છે અને મોટી સંખ્યામાં ક્રિકેટરસીકો આ ફેનટેસી સ્પોટ્સ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે. આ એક ઓનલાઈન ગેમ છે જેમાં યુઝર્સ વાસ્તવિક ખેલાડોની એક વર્ચ્યુઅલ ટીમ બનાવે છે અને વાસ્તવિક મેચમાં આ ખેલાડીઓના પ્રદર્શનના આધારે તેઓ પોઈન્ટ મેળવે છે.

(File Pic)

આ ગેમમાં ભાગ લેવા માટે યુઝર્સની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરુરી છે અને તેના પાન નંબરના આધારે ચકાસણી કરાયા બાદ પ્રોફાઈલ વેરીફાઈ કરવામાં આવે છે. એપ્રિલ 2019માં ડ્રીમ 11 યૂનિકોર્ન ક્લબમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય ગેમિંગ કંપની બની હતી. ત્યારે હવે ડ્રીમ 11એ હવે વર્ષ 2020 માટે આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર પણ મેળવ્યુ છે.

Share This Article