ધરમપુરના ઓઝરપાડા ગામનો એન્જિનયર યુવાન કરે છે ડ્રેગન ફ્રુટની ખેતી

admin
2 Min Read

ગુજરાત સહિત દેશભરમાં ખેતીનું મહત્વ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર પણ ખેતીને વધુમાં વધુ પ્રાધાન્ય આપવા પર ખાસ ધ્યાન આપી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો નવયુવાનોને પણ હવે ધીમે ધીમે ખેતીમાં સારો રસ જાગ્યો છે. આ યુવાનો સારો અભ્યાસ કર્યા બાદ પણ ખેતીકામમાં વિવિધ રીતે પોતાનુ યોગદાન આપી સારી એવી કમાણી પણ કરતા થયા છે. છેલ્લા એકથી બે જ વર્ષમાં કેટલાય નવયુવાનોએ સારું શિક્ષણ મેળવીને ખેતી કરવાનું વધારે પસંદ કર્યું હતું. ત્યારે આવા જ એક ભણેલાગણેલા યુવાન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

(File Pic)

વાત છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામના એન્જિેનિયર ચેતનભાઇ ગુણવંતભાઇ દેસાઇની કે જે સુરતની મિલમાં કેમિકલ સપ્લાયનો  વ્યવસાય કરે છે. તેઓ પારંપારિક ખેતીના વ્યવસાયમાં પણ તેટલો જ રસ ધરાવે છે. ચેતનભાઈને ડેંગ્યુનના દર્દીના ઘટેલા પ્લેનટલેટસને એક દિવસમાં વધારવા દુબઇથી ડ્રેગન ફ્રુટ મંગાવ્યા ’ અંગે એક લેખ વાંચતા તેઓને ડ્રેગન ફ્રુટની ખેતીમાં રસ જાગ્યો હતો.

ત્યારબાદ તેમણે પણ ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનું વિચાર્યુ અને અત્યારે તેઓ ડ્રેગન ફ્રુટની ખેતી કરતા થયા છે. ડ્રેગન ફ્રુટની ખેતી માટે ખાસ ખાતર કે દેખરેખની જરૂર નથી પરંતુ એક છોડ દિઠ એક લીટર પાણી નિયમીત રીત આપવું જરૂરી છે. ખેતી માટે પાણીની જરૂરીયાત સંતોષવા સોલર પેનલની મદદથી વિજળી ઉત્ત્પન્ન કરી બોર દ્વારા પાણીની સમસ્યારને હલ કરી.

તેમણે આશરે 15 લાખ રુપિયાનું રોકાણ કર્યુ. ડ્રેગન ફ્રુટની ખેતી માટે રોપાઓ તેમણે મહારાષ્ટ્રના પુનાથી મંગાવી વર્ષ 2017માં તેની શરુઆત કરી. ખાસ ડિઝાઇન વાળા ૭ ફુટના સિમેન્ટથના ૮૫૦ પોલ ઊભા કરવામાં આવ્યાશ. જેમાં એક પોલ ઉપર ૪ ડ્રેગન ફ્રુટના રોપા પ્રમાણે ૩૪૦૦ રોપાથી તેમણે શરૂઆત કરી.

આજે ૩ વર્ષથી તેઓ ડ્રેગન ફ્રુટની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે.તેમની આ સુજબુજ અને ખેતી કરવાના ઉત્સાહ ઉમંગથી અનેક ખેડૂતો પણ આકર્ષાયા હતા અને તેમની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

Share This Article