83 પછી કબીર ખાન શરૂ કરશે વેબ-સિરીઝ ધી ફર્ગોટન આર્મી

admin
1 Min Read

બજરંગી ભાઈજાન’, ‘કાબુલ એક્સપ્રેસ’ અને ‘ન્યુ યૉર્ક’ જેવી બિગ સ્ટારર ફિલ્મ આપી ચૂકેલા ડિરેક્ટર કબીર ખાન અત્યારે રણવીર સિંહ સ્ટારર ‘83’ પર કામ કરે છે. આ ફિલ્મ કપિલ દેવની ઑફિશ્યલ બાયોપિક છે. કબીર ખાન ‘83’ પછી તરત જ ‘ધી ફર્ગોટન આર્મી’ વેબ-સિરીઝ પર કામ કરશે. ઍમેઝૉન પ્રાઇમ સાથે બનનારી આ વેબ-સિરીઝ ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લેનારા સુભાષચંદ્ર બોઝની આર્મીના સ્વાતંત્ર્યસેનાની પર આધારિત છે જે ગુમનામ રીતે પણ દેશ માટે બહુ મોટું કામ કરી ગયેલા. ૧૦ એપિસોડની આ વેબ-સિરીઝનો પહેલો એપિસોડ સુભાષચંદ્ર બોઝ પર છે, જ્યારે બાકીના ૯ એપિસોડમાં બોઝની આર્મીના ૯ મહત્વના લડવૈયાઓ છે.ઍમેઝૉન પ્રાઇમ આ સિરીઝ ૨૬ જાન્યુઆરીએ ‌રિલીઝ કરવા માગે છે જે માટે પાંચ એપિસોડ સાથે સીઝન શરૂ કરી દેવમાં આવશે. હવે જોવાનું છે કે ક‌બીર ખાન કેટલું ઝડપથી કામ આટોપી શકે છે. હિસ્ટરી અને વૉર ક‌બીર ખાનના ફેવરિટ સબ્જેક્ટ હોવાથી તે આ સિરીઝ માટે ખુબ એક્સાઇટેડ છે. કબીર ખાને કહ્યું હતું કે આ સબ્જેક્ટ એવો છે કે મને વેકેશનની પણ જરૂર નથી.

Share This Article