‘કૌન બનેગા કરોડપતિ’શો ટીવી પર જલ્દી જ શરૂ થવા જઈ રહ્યો છે. તેમાં અમિતાભ બચ્ચનને પ્રિયા પાટીલ છેલ્લાં સાત વર્ષથી સ્ટાઇલ કરી રહી છે, અને છેલ્લાં બે વર્ષથી કપડાં પણ ડિઝાઇન કરી રહી છે. પ્રિયાનો જન્મ ગુજરાતના વડોદરાના સયાજીગંજમાં થયો હતો. તે પહેલા ધોરણમાં હતી ત્યારથી મુંબઈ આવી હતી. અમિતાભ બચ્ચનની સ્ટાઇલ માટે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે એ વિશે પૂછતાં પ્રિયાએ કહ્યું હતું કે ‘તેમના માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને કમ્ફર્ટનું. અને અમારા માટે તેમનો ઓવરઑલ લુક પણ ખૂબ જ મહત્વનો છે.’સ્ટાઇલ વિશે વધુ જણાવતાં પ્રિયાએ કહ્યું હતું કે ‘અમે ગયા વર્ષે થ્રી-પીસ અને બંધગલાના એક્સપરિમેન્ટ્સ કર્યા હતા. એ ખૂબ જ ફેમસ રહેતાં અમે આ વર્ષે એ પણ રિપીટ કરીશું. ફૅબ્રિક્સ વિશે જણાવતાં પ્રિયાએ કહ્યું હતું કે ‘અમે તેમના માટે એકદમ સૉફ્ટ ફૅબ્રિક્સનો ઉપયોગ કરીએ છીએ અને તે ઇટલીથી મંગાવવામાં આવે છે. તેમનાં બટન પણ અમે દુનિયાના જુદા-જુદા દેશમાંથી મંગાવીએ છીએ.’અમિતાભ બચ્ચન કોઈ ઇનપુટ આપે છે ખરા એ વિશે પૂછતાં પ્રિયાએ કહ્યું હતું કે ગયા વર્ષે અમે તેમની ટાઇ સાથે જે એક્સપરિમેન્ટ કર્યો હતો એ તેમનો આઇડિયા હતો. એ બ્રૉચ મળી ન રહ્યાં હોવાથી અમે એ જાતે બનાવ્યાં હતાં અને પ્રોમો લૉન્ચ થતાં એ દરેક શૉપમાં ઉપલબ્ધ હતાં. આથી તેમણે એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવ્યું હતું. આ વર્ષે તેઓ ક્લાસિક લુકની સાથે કલરફુલ મોજાંમાં જોવા મળશે. આ મોજાંનો આઇડિયા પણ તેમનો પોતાનો છે. આથી ટાસ અને મોજા બન્ને આકર્ષણનું કેન્દ્ર બનશે.’

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -