સોમનાથમાં સ્વાગત સમારોહમાં ફટાકડો પડ્યો સીઆર પાટીલ પર

admin
1 Min Read

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરાયેલા સી.આર. પાટીલે આજથી ચાર દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસનો આરંભ કરતા પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે. સોમનાથમાં તેઓનું સ્વાગત થયું હતું અને ત્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા પછી ઉમટી પડેલા કાર્યકરો સાથે અભિવાદન કરી રહ્યા હતાં તે સમયે આ વિસ્તારના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું સન્માન કરવા માટે ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી.

(File Pic)

જોકે આ દરમિયાન એક ફટાકડો ઊડીને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર પડ્યો હતો. ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ફટાકડાના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના સ્વાગતના ઉન્માદમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જે દરમિયાન એક ફટાકડો ફૂટીને તેમની આંખમાં પડ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત થયેલા ભાજપના પ્રદેશ પ્રમુખને આંખના સર્જન પાસે સારવાર અર્થે લઈ જવાયા હતા.

(File Pic)

મહત્વનું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સીઆર પાટીલ 22 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. જે દરમિયાન તેઓ ધાર્મિક સ્થાનો, સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠકો યોજશે. સીઆર પાટીલની આ સૌરાષ્ટ્ર યાત્રા આવનારી ચૂંટણીઓ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.

Share This Article