‘શ્રીદેવી બંગલો’થી જ્યોર્જિયા એન્ડ્રિયાની કરશે બોલીવુડમાં ડેબ્યુ

admin
1 Min Read

બોલીવુડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની ટૂંક સમયમાં જ બોલીવુડની ફિલ્મમાં દેખાશે. જ્યોર્જિયા એન્ડ્રિયાની ફિલ્મ ‘શ્રીદેવી બંગ્લો’થી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. શ્રીદેવી બંગ્લો એ જ ફિલ્મ છે, જેના નામને લઈ ખૂબ વિવાદ સર્જાયો હતો અને શ્રીદેવીના પરિવારે આ ફિલ્મ સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. તો આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વૉરિયર લીડ રોલમાં દેખાશે.આ ફિલ્મમાં અરબાઝ ખાન પણ ગેસ્ટ અપિરિયન્સમાં દેખાશે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સુપરસ્ટાર શ્રીદેવીના જીવન પર આધારિત નથી. સાથે જ આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણું રહસ્ય છે. આ ફિલ્મને લઈને મેકર્સ પણ વારંવાર સ્પષ્ટતા કરી ચૂક્યા છે. કે તેનો શ્રીદેવી સાથે કોઈ સંબંધ નથી. ફક્ત મુખ્ય પાત્રનું નામ શ્રીદેવી હોવાને કારણે તે શ્રીદેવી સાથે જોડાઈ છે.ફિલ્મના નામને કારણે જ શ્રીદેવીના પરિવારે આપત્તિ દર્શાવી હતી. ખાસ કરીને બોની કપૂરે દાવો કર્યો હતો કે ફિલ્મના મેકર્સ તેમની પત્નીના દુઃખદ મોત પરથી પૈસા કમાવા ઈચ્છે છે, અને તેમણે ટાઈટલ ચેન્જ કરવા માટે નોટિસ પણ ફટકારી હતી. જો કે મેકર્સે નોટિસનો જવાબ આપતા કહ્યું હતું ફિલ્મનું ટાઈટલ અને શ્રીદેવીને કોઈ સંબંધ નથી.

Share This Article