નમસ્તે બન્યું નવું હેલો : ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ જર્મની ચાન્સેલરનું નમસ્તે દ્વારા કર્યું સ્વાગત

admin
1 Min Read

કોરોના મહામારીએ આર્થિક વ્યવસ્થાની સાથે સાથે ઘણા સામાજિક બદલાવો પણ લાવ્યા છે. કોરોનાના સંક્રમણને જોતા હવે દરેક વ્યક્તિ હાથ મિલાવવાની જગ્યાએ એકબીજાનું અભિવાદન નમસ્તેના માધ્યમથી કરી રહ્યા છે. ભારત જ નહીં કોરોનાકાળમાં પશ્ચિમી દેશોમાં પણ નમસ્તે કલ્ચર ખૂબ જ વધ્યુ છે.

મોટા દિગ્ગજ નેતાઓ પણ હવે નમસ્તે કરતા થયા છે. ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલનું નમસ્તે કરીને જે રીતે અભિવાદન કર્યું તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલનું નમસ્તે કરીને સ્વાગત કરતા જોવા મળે છે. આ વીડિયોને ઈન્ડિયન ડિપ્લોમસીએ પણ ટ્વિટર પર શેર કર કરતા કહ્યું કે નમસ્તે જ નવું હેલો છે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ પણ કોરોના વાયરસના પ્રકોપને જોતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્પેનના રાજા અને રાણીનું નમસ્તે કરીને અભિવાદન કર્યું હતું. ઈમેન્યુઅલે નમસ્તે કરીને જ બંનેનું સ્વાગત કર્યું હતું. તેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો.

મહત્વનું છે કે, કોરોના વાયરસનો હાહાકાર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધી 2 કરોડ 28 લાખથી વધુ દર્દી નોંધાયા છે. જે પૈકી લગભગ 8 લાખ લોકોના કોરોનાના કારણે મોત થઈ ચુક્યા છે.

Share This Article