શનિવારથી થશે વિઘ્નહર્તાનું આગમન, આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન

admin
3 Min Read

તમામ દેવોમાં પ્રથમ પૂજનીય એવા દેવતાને સમર્પિત ગણેશોત્સવ 22 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. 22 ઓગસ્ટ શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનો મહિમા અપરંપાર છે. હવે તો ભા૨તના અનેક રાજ્યોમાં ગણેશોત્સવ ઉજવાતા હોય છે.

(File Pic)

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેરા ઉમંગ સાથે ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના કા૨ણે જાહે૨માં ગણેશોત્સવ ઉજવાશે નહિ પણ ઘણી સંસ્થાઓ ઓનલાઈન ગણેશોત્સવ ઉજવશે. તો ગણેશ ભક્તો પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકશે.

(File Pic)

જોકે, વહિવટી તંત્ર દ્વારા લોકોને ઈકો ફ્રેન્ડ્લી મૂર્તિનું સ્થાપન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેથી વિસર્જન સમયે માટીના ગણપતિનું વિસર્જન પોતાના ઘે૨ પાણીના ટબમાં પધરાવીને કરી શકાય અને તે જળ તુલસી ક્યારામાં, પીપળે અથવા આસોપાલવમાં અથવા તો કાંટા વગ૨ના કોઈપણ વૃક્ષમાં પધરાવી શકાય છે.

(File Pic)

દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષ ચતુર્થી અને સોમવારે સ્વાતિ નક્ષત્ર સિંહ લગ્નમાં નારાયણાસ્ત્ર ચક્રસુદર્શન મુહૂર્ત એટલે કે અભિજિતમાં થઈ હતી. તે સમયે બધા શુભ ગ્રહો પંચગ્રહી યોગ કુંડળીમાં એક સાથે આવ્યા હતા, બાકીના પાપ ગ્રહો તેમના કાર્યાત્મક અર્થમાં બેઠા હોય છે. ગણેશ ચતુર્થી 2020 યોગજ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી પર વિશેષ યોગ રચાઇ રહ્યો છે. 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી પર સૂર્ય સિંહ રાશિમાં તેમજ મંગળ મેષ રાશિમાં હાજર રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થી પર 126 વર્ષ બાદ સૂર્ય અને મંગળનો આ યોગ રચાય છે. આ બંને ગ્રહો તેમની પોતાની રાશિમાં રહેશે. આ વખતે ગણેશોત્સવ ચિત્રા નક્ષત્રમાં રહેશે.

ગણેશ સ્થાપન ના શુભ મુહૂર્ત
>  સવારે ૭-૫૫ થી ૯-૩૧ શુભ
>  અભિજીત બપોરે ૧૨-૧૭ થી ૧૩-૦૮
>  બપોરે ૧૨-૪૨ થી ૧૪-૧૮ ચલ
>  સાંજે ૧૫-૫૩ થી ૧૭-૨૦ અમૃત
>  સાંજે ૧૯-૦૫થી ૨૦-૨૯ લાભ
>  રાત્રે ૨૧-૫૩ થી ૨૩-૧૮ શુભ

ગણેશની પૂજા કેવી રીતે કરવી?
આવતીકાલથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગણેશજીની પૂજા પણ કેવી રીતે કરવી તે અતિમહત્વનું બની રહે છે. ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે પૂજા સમયે પ્રસાદ માટે બેસન અથવા બુંદીના લાડુ અને ગોળધાણીનો પ્રસાદ રાખવો. ધૂપ-દીપ, લાલ ચંદન, ચોખા, ફૂલો, દુર્વા, જનોઇ, સિંદૂરથી ગણેશજીની ભક્તિભાવ પૂર્વક પૂજા કરવી જોઈએ. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવાથી ગણેશ પ્રસન્ન થાય છે. દુ:ખોથી મુક્તિ મેળવવા અને શત્રુ અવરોધોથી બચવા માટે ‘ૐ ગણ ગણપતયે નમ:’ પાઠ કરવો શ્રેષ્ઠ છે. ધન ધાન્ય લાવવા માટે ગણેશજીની સાથે દર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. સુખ અને સમૃદ્ધિ માટે દર બુધવારે ગણેશ પર સિંદૂર ચડાવવું શુભ છે ગણેશજીની પૂજા-અર્ચના દરમિયાન તેમના પિતા ભગવાન શિવ, માતા પાર્વતી, ભાઈ કાર્તિકેય, તેમજ રિદ્ધિ-સિદ્ધિની પૂજા અર્ચના કરવી જોઇએ.

Share This Article