રાજકોટનો મોતીસર ડેમ થયો ઓવરફ્લો, ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા

admin
1 Min Read

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે સ્થિતિ એવી છે કે મોટાભાગના જળાશયોમાં પાણીની સારી આવક થવા લાગી છે.

ત્યારે સતત ત્રણ દિવસથી વરસી રહેલા હળવા-ભારે ઝાપટાંના કારણે રાજકોટ જિલ્લાના મોટાભાગના જળાશયો કે જે વસ્તીને પીવાનું પાણી પુરુ પાડે છે અને સિંચાઇ માટે પણ મહત્ત્વના છે એવા ડેમ ઓવરફ્લો થયા છે.

તેવામાં રાજકોટ જિલ્લાના મોતીસર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેના કારણે મોતીસર ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મોતીસર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ સાવચેતીન ભાગરુપે પાટિયાળી, હડમતાળા, કોલીથડ ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

એવી પણ વિગત સામે આવી છે કે તંત્રએ સાવચેતીના ભાગરુપે નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ હાથ ધર્યુ છે. બીજીબાજુ ડેમમાં પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીનું મોજુ જોવા મળી રહ્યુ છે તો રાજકોટવાસીઓમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. મહત્વનું છે કે, વરસાદના પગલે રાજકોટમાં ગોંડલ નજીકની વાસાવડી સહિતની નદીઓમાં પણ જાણે ઘોડાપુર ઉમટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Share This Article