હીરો ઈલેક્ટ્રિકે લોન્ચ કર્યાં 2 નવાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સ

admin
1 Min Read

હીરો ઇલેક્ટ્રિકે બે નવાં ઇ-સ્કૂટર્સ Optima ER અને Nyx ER લોન્ચ કર્યાં છે. હીરો ઈલેક્ટ્રિકનાં Optima અને Nyx નામનાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પહેલેથી માર્કેટમાં છે. નવાં મોડલ્સમાં ERનો અર્થ વધુ રેન્જ થાય છે. એટલે કે, નવાં સ્કૂટર્સ અગાઉથી માર્કેટમાં રહેલાં મોડલ્સની સરખામણીએ વધુ અંતર કાપી શકશે. કંપનીનું કહેવું છે કે, રેન્જ વધારવા માટે નવા મોડલ્સમાં ડ્યુઅલ લિથિયમ-આયર્ન બેટરી આપવામાં આવી છે. હીરો ઇલેક્ટ્રોનિકનાં બે નવાં સ્કૂટર્સની બેટરી 4-5 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે.

કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ થવા પર 100 કિલોમીટર સુધી ચાલશે. બંને નવાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સની ટોપ સ્પીડ પ્રતિ કલાક 42 કિલોમીટર છે. યોગ્ય રીતે સારસંભાળ લેવામાં આવે તો આ સ્કૂટરમાં લાગેલી બેટરી 5 વર્ષ સુધી ચાલશે. Optima ERને ઓફિસે જતા કર્મચારીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

Share This Article