ડીઝલ-પેટ્રોલથી ટૂંકમાં મળશે છૂટકારો, હવે હવાથી ચાલતી એયર-ઓ-બાઈક આવી

admin
2 Min Read

આજના સમયમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતાનું બજેટ બગાડી દીધુ છે, તેવામાં એક એવી બાઈક ચર્ચામાં આવી છે જે હવાથી ચાલે છે. રસપ્રદ વાત એ છે કે 45 કિલોમીટર સુધીનું અંતર કાપવા માટે આ બાઈકમાં માત્ર પાંચ રુપિયાની જ હવાની જરુર પડે છે.

આ બાઈકની રફ્તાર પણ તેની એક ખાસિયત છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના પ્રોફેસર ભરત રાજ સિંહ દ્વારા આ બાઈકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દુનિયામાં આજ સુધી કોઈપણ વૈજ્ઞાનિક નથી કરી શક્યો. ભરત રાજ સિંહના આ આવિષ્કારથી ડીઝલ-પેટ્રોલથી ચાલતા વાહનોથી લોકોને હવે છૂટકારો મળી જશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી સાથે સંબંધિત લખનઉના સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાઈન્સ વિભાગના ટેકનીકલ મહાનિર્દેશક પ્રોફેસર ભરતરાજ સિંહે આશરે 10 વર્ષ પહેલા એક એવા એન્જિનનો આવિષ્કાર કર્યો હતો જે હવાથી ચાલે છે.

ભારત સરકારે આ એન્જિનને ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં પેટન્ટનું પ્રમાણપત્ર પણ જાહેર કરી દીધુ છે. ત્યારબાદ હવે આ એન્જિનના માધ્યમથી હવાથી બાઈક અથવા અન્ય ગાડી દોડાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ અંગે પ્રોફેસર ભરત રાજ સિંહે જણાવ્યું કે, આ બાઈક હવાના દબાણથી ચાલે છે. નોર્મલ હવા આના સિલેન્ડરમાં ભરવામાં આવે છે. જેનો એક વખત હવા ભરવાનો ખર્ચ માત્ર પાંચ રુપિયા આવે છે, જેનાથી બાઈક 45 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

આ બાઈકની સ્પીડ 70થી 80 કિલોમીટરની છે. એટલુ જ નહીં આ એન્જિનથી અવાજ અથવા ધુમાડો પણ નથી નીકળતો જેથી પર્યાવરણને પણ કોઈ નુકશાન થતુ નથી. આ મોટર બાઈકનું નામ એયર-ઓ-બાઈક રાખવામાં આવ્યું છે. એક રીતે જોવા જઈએ તો આ બાઈક કોઈ ચમત્કાર જ ગણી શકાય. આ એન્જિનથી ફોર વ્હિલર વાહનોને પણ ચલાવી શકાય છે. એટલુ જ નહીં અન્ય ઘણા નવા કાર્યોમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે જેમકે વીજળી ઉત્પન્ન કરવા માટે, પાણીના પંપ ચલાવવા અને ઘરેલુ ઉપયોગમાં પણ કેટલાક ઈલેક્ટ્રોનિક સાધનમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

Share This Article