રાષ્ટ્રીય રમત દિવસ : પ્રથમવાર વર્ચ્યુઅલ રીતે આપવામાં આવ્યા એવોર્ડ

admin
1 Min Read

29 ઓગસ્ટના રોજ દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે રાષ્ટ્ર માટે રમત ગમત ક્ષેત્રે મહત્વનું યોગદાન આપતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવે છે. જોકે આ વખતે નેશનલ સ્પોટ્સ એવોર્ડ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલ રીતે આપવામાં આવ્યા હતા.

એવુ પહેલીવાર બન્યું છે કે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રાષ્ટ્રપતિભવનમાં કોઈ એવોર્ડ સમારોહ યોજાયો નહતો. ત્યારે આ વખતે સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી પાંચ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર માટે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદગી પામ્યુ હતું.

રોહિત શર્મા, રેસલર વિનેશ ફોગાટ ઉપરાંત ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા, હોકી ખેલાડી રાની રામપાલ અને પેરાલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મારીયાપ્પન ટીને પણ આ સન્માન પ્રાપ્ત થયુ છે.

આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રમત દિવસ પર રાષ્ટ્ર માટે રમત ગમત ક્ષેત્રમાં યોગદાન આપનાર ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન ઉપરાંત અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

Share This Article