ચીનના ઈશારે પાકિસ્તાન નાચે છે : “ભારતનું પોતાનું અલગ સ્ટેન્ડ” : ભારતનો પાકને જવાબ

admin
2 Min Read

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના એ નિવેદનનો ભારતે વળતો જવાબ આપ્યો છે, જેમાં ઈમરાન ખાને અમેરીકા ભારતનો એક મોહરા તરીકે ઉપયોગ કરતું હોવાનું જણાવ્યું હતું. ઈમરાન ખાનના આ નિવેદનનો ભારતના વિદેશ મંત્રી એસ જય શંકરે જવાબ આપ્યો છે.

એસ જયશંકરે આડકતરી રીતે જણાવ્યું , તમે ચીનના કથપુતળી બની ગયા છો એનો મતલબ એ નથી કે અમે પણ એમ જ કરીએ. મળતી માહિતી મુજબ, પોતે જ ચીનના હાથની કઠપુતળી બની બેઠેલુ પાકિસ્તાન હવે ભારતને દર્પણ દેખાડવાની નિષ્ફળ કોશિસ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, પશ્ચિમી દેશો ભારતને મહોરાની માફક ઉપયોગ કરી રહ્યાં છે.

ઈમરાન ખાને વાણીવિલાસ કરતા કહ્યું હતું કે, ચીનને દબાવવા માટે પશ્ચિમી દેશો ભારતનો ઉપયોગ કરી રહ્યાં છે. ઈમરાનના આ નિવેદનનો ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે સણસણતો જવાબ આપ્યો હતો.

એસ જયશંકરે કહ્યું હતું કે, ઈમરાન ખાન કદાચ પોતાનો ઈતિહાસ જોઈ રહ્યાં હશે. ભારત તો આવુ નથી. અમને અમારી આઝાદી પર ગર્વ છે. કેટલાક લોકોને લાગે છે કે, તેમણે જે કર્યું છે અમે પણ તેમ જ કરીશું. પણ ભારતનું પોતાનું અલગ જ સ્ટેન્ડ છે. મહત્વનું છે કે પાકિસ્તાન વર્ષોથી ચીનની તરફી જોવા મળી રહ્યુ છે જ્યારે ચીન પણ પાકિસ્તાન તરફી પોતાનુ વલણ ઘણીવાર સ્પષ્ટ કરી ચુક્યુ છે. તેમજ પાકિસ્તાન પણ ચીનના ઈશારે નાચી રહ્યુ છે.

Share This Article