ભારે વરસાદી માહોલ વચ્ચે જુનાગઢમાં મકાનમાં ઘુસી ગયો મગર, પછી શું થયું જુઓ…

admin
1 Min Read

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથક સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના પંથકોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં મગરો રહેણાંક વિસ્તાર સુધી આવી જતા હોવાના તો બનાવો ઘણી વખત સામે આવી ચુક્યા છે. ત્યારે જુનાગઢમાં પણ મગર ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જૂનાગઢમાં ગિરનાર દરવાજામાં ગણેશનગરમાં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક મગર ઘુસી આવતા ભાગદોડ મચી જવા પામી હતી. ઘરના સભ્યો મગરને જોઈ ભયભીત થઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી તેને પાંજરે પુરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Share This Article