અમરેલીના વડીયામાં જોવા મળ્યુ મેઘધનુષ્ય

admin
1 Min Read

અમરેલીના વડીયા ખાતે વરસાદ બાદ આકાશમાં મેઘધનુષ્ય જોવા મળ્યું હતું. આ દ્રશ્યોને લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. વડીયાના બ્રિજ પાસે આકાશમાં અદ્ભૂત દ્રશ્યો જોવા મળતા લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા.મહત્વનું છે કે, રાજ્યમાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, વર્ષાઋતુમાં આકાશ વાદળોથી ઘેરાયેલું હોય છે,જેમાં પાણીનાં અસંખ્ય નાનાં બુંદો આવેલાં હોય છે. હવે સુર્યપ્રકાશ જ્યારે આ પાણીનાં સુક્ષ્મ બુંદો પર પડે છે ત્યારે તેમના દ્રારા સુર્યનાં આપાતકિરણોનું વક્રિભવન,વિભાજન,આંતરિક પરાવર્તન અને અંતે ફરી પાછું વક્રિભવન થાય છે. તેથી આકાશમાં સાત રંગોનો બનેલો પટ્ટો રચાય છે, જેને મેઘધનુષ્ય કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે,. સૂર્યનાં પ્રકાશનાં અંતિમ 4 કલાકમાં સૌથી વધુ મેઘધનુષ્ય જોવા મળે છે. પૃથ્વી પર સૌથી વધુ મેધધનુષ્ય અમેરિકાનાં હવાઈ રાજ્યમાં જોવા મળે છે. આને કારણે તેને ‘ધ રેઈન્બો સ્ટેટ’ પણ કહેવામાં આવે છે. આ જ રીતે દક્ષિણ આફ્રિકાને ‘રેઈન્બો નેશન’ કહેવામાં આવે છે.

Share This Article