મારૂતિ સુઝુકી ઇકોએ ભારતમાં એક દાયકાના સમૃદ્ધ વારસાની ઉજવણી કરી

admin
1 Min Read

મારૂતિ સુઝુકીની આઇકોનિક વર્સેટાઇલ વેન ઇકો 10 વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે. એક દાયકાની સફળ કામગીરીમાં વર્સેટાઇલ વેનનું કુલ વેચાણ 7 લાખ યુનિટને પાર કરી ગયું છે તથા વેન સેગમેન્ટમાં 90 ટકા બજાર હિસ્સા સાથે નિર્વિવાદ નેતૃત્વ ધરાવે છે. તેની પ્રેક્ટિકલ અને સ્પેશિયસ ડિઝાઇન અને પાવરફુલ પર્ફોર્મન્સ સાથે મારૂતિ સુઝુકી ઇકો એક દાયકાથી દેશના વેન સેગમેન્ટમાં વર્ચસ્વ સ્થાપ્યું છે.

ઇકોએ પારિવારિક મુસાફરી માટે આદર્શ હોવાની ઓળખ પ્રાપ્ત કરી છે તેમજ તે વિશ્વસનીય બિઝનેસ વિહિકલ પણ છે. આ મલ્ટીપર્પઝ વેને ઉત્તમ માઇલેજ, બેસ્ટ-ઇન-સેગમેન્ટ કમ્ફર્ટ, સ્પેસ, પાવર અને નીચા મેન્ટેનન્સ ખર્ચ સાથે મજબૂત ઉપસ્થિત સ્થાપિત કરી છે. બેસ્ટ-ઇન-ક્લાસ સેફ્ટી ઓફર કરવા સાથે તે વૈવિધ્યસભર ઉપયોગ માટે બનાવવામાં આવી છે.

બેજોડ વારસાના 10 વર્ષ સાથે મારૂતિ સુઝુકી ઇકોએ 7 લાખ સંતુષ્ટ ગ્રાહકો સાથે વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે. તે બેજોડ ફીચર્સ સાથે મારૂતિ સુઝુકીના પોર્ટફોલિયોને મજબૂત કરવાનું જાળવી રાખશે. ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલી ઇકો હંમેશા વન-સ્ટોપ સોલ્યુશન બની રહેશે. ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી મલ્ટી-પર્પઝ વેન હોવા સાથે મારૂતિ સુઝુકી ઇકો INR 380,800/-. શરૂઆતી કિંમત સાથે ભાગીદારી, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા આધારસ્તંભ ઉપર નિર્મિત છે. આ સાથે ઇકો સાચા અર્થમાં બ્રાન્ડ મેસેજ વહેતો કરે છે “તમારા પરિવાર અને બિઝનેસનો નં.1 પાર્ટનર”.

Share This Article