રાજકોટનાં ઝૂમાં બબૂન વાનરની થશે એન્ટ્રી

admin
1 Min Read

સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્હીનાં માર્ગદર્શનમાં હાલમાં દેશનાં તમામ ઝુને આધુનિક બનાવવાનાં પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટનાં ઝૂમાં પંજાબનાં છતબીર ઝુ માથી બબુન વાનર લાવવામાં આવશે. ગુજરાત માટે આ ખૂબ જ ખુશીનાં સમાચાર છે કારણ કે હાલમાં ગુજરાતનાં એક પણ ઝૂ પાસે આ વિદેશી વાનર નથી અને રાજકોટ બબૂન ધરાવતું પ્રથમ ઝૂ બનશે. રાજકોટ ઝૂ પંજાબનાં છતબીર ઝૂને એક એશિયાઇ સિંહ, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ આપશે. જેની સામે છતબીર ઝૂ એક બબુન, એક હિમાલયન રીંછ, જંગલ કેટ, એલેઝાન્ડ્રીન પેરાકીટ, કોમ્બ ડક આપશે. મહત્વનું છે કે દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. હાલ રાજકોટ ઝુ ખાતે કદાવર વિદેશી વાનર બબૂન માટે પાંજરાનાં બાંધકામની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. કામગીરી પૂર્ણ થતા આ વાનરને રાજકોટ ઝૂમાં પ્રદર્શીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 53 પ્રજાતીનાં કુલ-408 પ્રાણી-પક્ષીઓ લોકોને જોવા મળી રહ્યા છે.

Share This Article