તો હવે ટ્રેનમાં અને રેલવે સ્ટેશન પર ભીખ માંગવી નહીં ગણાય ગુનો? રેલવે કરશે બે કાયદામાં ફેરફાર

admin
2 Min Read

ટ્રેન અને રેલવે સ્ટેશન પર ભીખ માંગવો એ ગુનો નહીં ગણાય. એટલુ જ નહીં ટ્રેન અથવા રેલવે સ્ટેશનમાં બીડી-સિગરેટ પીનારાઓને પણ જેલ નહીં થાય. તેની જગ્યાએ તેમની પાસેથી હવે આ ગુના બદલ દંડ વસુલવામાં આવશે. આ માટે રેલવે દ્વારા એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભારતીય રેલવે અનેક જૂના કાયદામાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે. રેલવેએ કેબિનેટની પાસે જે પ્રસ્તાવ મોકલ્યો છે તેમાં ઇન્ડિયન રેલવેઝ એક્ટ 1989ના બે કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ સામેલ છે. પ્રસ્તાવ મુજબ IRAના સેક્શન 144 (2)માં સશોધન કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રેન કે સ્ટેશનમાં બીડી સિગરેટ પીનારાને પણ જેલ નહીં મોકલી શકાય. આ ગુના બદલ તેમની પાસેથી માત્ર દંડ વસૂલી શકાશે. રેલવે એક્ટ 1989ની કલમ 144 મુજબ જો કોઈ વ્યક્તિ ટ્રેન અથવા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ભીખ માંગતા પકડાય છે તો તેમની પાસેથી 1000 રુપિયાનો દંડ વસુલવામાં આવે છે. આ ઉપરાંત ભીખારીને એક વર્ષની જેલની સજા પણ કરવામાં આવે છે અથવા તો બન્ને સજા ફટકારવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર અનેક આવા કાયદાને બદલવા કે ખતમ કરવાનો વિચાર કરી રહી છે જે ઉપયોગી નથી રહ્યા. એટલે કે જે કાયદાઓથી સિસ્ટમમાં કોમ્પ્લીકેશન આવી રહ્યા છે તેને સંશોધિત કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આવી જ રીતે અલગ-અલગ મંત્રાલયો અને વિભાગોથી આવા બિનજરૂરી કાયદાઓની યાદી મંગાવવામાં આવી રહી છે.

Share This Article