કુંડસદ ગ્રામપંચાયત પર ગ્રામજનોનો હોબાળો

admin
1 Min Read

સુરતમાં ગ્રામપંચાયતમાં હોબાળાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતની કુંડસદ ગ્રામપંચાયત પર ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. ગ્રામજનોના આક્રોશ એટલો હતો કે રવિવારના પંચાયત બંધ હોવા છતાં તેઓએ હોબાળો કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર થતા પાણી અને વીજળીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નથી આવતું. આખું ગામ પંચાયત પર એકઠું થઇ સુત્રોચ્ચાર અને હોબાળો કર્યો હતો. ગ્રામજનોએ વધુ આરોપો લગાવતા કહ્યું કે સરપંચ સેહનાઝ બીબી ડાભી ભેદભાવ કરે છે. અને પંચાયતનો વહીવટ મહિલા સરપંચના પતિ કરે છે. ગ્રામજનોએ સવારથી સાંજ સુધી ગ્રામપંચાયતની બહાર બેસીને સુત્રોચ્ચાર કર્યા હતા. અને જ્યાં સુધી પાણી અને વીજળીના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સરપંચને આવેદન આપતા રહીશું. અને જો તેઓ આ બાબતનો નિકાલ નહીં લાવે તો અમે ઉપર પત્ર લખીશું.

Share This Article