પ્રેમની પીચ પર ક્લીન બોલ્ડ પૃથ્વી શો, આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ !

admin
2 Min Read

ક્રિકેટ અને બોલીવુડનું કોકટેલ ખૂબ જ હિટ માનવામાં આવે છે. ઘણા સ્ટાર ક્રિકેટરોએ બોલીવુડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે તો કેટલાક ક્રિકેટરો બોલીવુડ અભિનેત્રીઓના પ્રેમમાં પણ પડ્યા છે. ત્યારે હવે વધુ એક ક્રિકેટરનું નામ હાલ ચર્ચામાં છે. આ ક્રિકેટર બીજો કોઈ નહીં પણ ફક્ત 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કરીને શાનદાર સદી ફટકારનાર પૃથ્વી શો છે.

પૃથ્વીને ટીમ ઇન્ડિયાનો આગામી સ્ટાર ક્રિકેટર માનવામાં આવે છે. તેની સરખામણી સચિન અને બ્રાયન લારા જેવા દિગ્ગજો સાથે કરવામાં આવે છે. હાલ પૃથ્વી શો આઈપીએલ 2020 માટે યૂએઈમાં છે અને દિલ્હી કેપિટલ્સ સાથે શારજાહમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. આ દરમિયાન પૃથ્વી શોના જીવનમાં કોઈ અભિનેત્રી આવી હોવાના અહેવાલ તેમજ પૃથ્વી તેને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ, પૃથ્વી શો છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે. પૃથ્વી શોના સોશિયલ મીડિયા પર કેટલીક એવી કમેન્ટ્સ જોવા મળી છે, ત્યાર બાદ પૃથ્વી શોનું નામ પ્રાચી સિંહ સાથે જોડવામાં આવી રહ્યું છે.

પૃથ્વી શોની મોટાભાગની ઈન્સ્ટા પોસ્ટ પર પ્રાચી કમેન્ટ જરૂર કરે છે અને પૃથ્વી શો પણ પ્રાચીની કમેન્ટનો રિપ્લાઈ જરૂર આપે છે. ત્યારબાદથી આ ચર્ચાએ જોર પકડ્યુ છે કે આ બન્ને એકબીજાના પ્રેમમાં હોઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, પ્રાચી સિંહ એક મોડલ હોવાની સાથે સાથે અભિનેત્રી તેમજ ડાન્સર પણ છે. તે કલર્સ ટીવીની પ્રખ્યાત સીરીયલ ઉડાનમાં કામ કરી ચુકી છે. પોતાની એક્ટિંગની સાથે-સાથે પ્રાચી શાનદાર બેલી ડાન્સ માટે પણ જાણીતી છે. આમતો બોલીવુડ અને ક્રિકેટરોની વચ્ચે ખૂબ જ જુનો સંબંધ રહ્યો છે. જેમાં ઘણા ક્રિકેટરો અને બોલીવુડ અભિનેત્રીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ લગ્નગ્રંથીથી પણ જોડાયા છે.

ક્રિકેટર-બોલીવુડ સ્ટારની જોડી

શર્મિલા ટાગોર-નવાબ પટોડી
હરભજનસિંહ-ગીતા બસરા
યુવરાજસિંહ-હેઝલ
વિરાટ કોહલી-અનુષ્કા શર્મા
ઝહિર ખાન-સાગરિકા

Share This Article