દાહોદમાં ડેન્ગ્યુના લારવા મળી આવતા તંત્ર હરકતમાં

admin
1 Min Read

દાહોદમાં આરોગ્ય વિભાગે આક્રમક ચેકિંગ શરૂ કર્યુ હતુ. ચોમાસાની ઋતુને ધ્યાને રાખી અને શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ વધુ ન વકરે તે માટે દાહોદના ઘણા વિસ્તારોમાં દાહોદની આરોગ્ય વિભાગની ટીમ ફરી હતી. જે દરમિયાન બસ સ્ટેશન વિસ્તારમાંથી તેમજ દાહોદની ઝાયડસ હોસ્પિટલની પાસેથી ડેન્ગ્યુના લારવા મળી આવતા તંત્રમાં સોંપો પડી ગયો હતો. આ સંદર્ભે તંત્ર દ્વારા બસ સ્ટેશન, અને ઝાયડસ હોસ્પિટલ સહિત ચારને નોટીસ ફટકારવામાં આવી હોવાનુ બહાર આવ્યુ છે. હાલ ચોમાસાની મોસમ દરમિયાન ડેન્ગ્યુ, અને મલેરીયા જેવા જીવલેણ રોગોથી દાહોદવાસીઓના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન પહોંચે તેવા હેતુસર આજ રોજ દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દાહોદના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી તેમજ દાહોદની ઝાયડસ હોસ્પિટલ પાસેના વિસ્તારમાંથી ડેન્ગ્યુના લારવા મળી આવતાં આરોગ્ય તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આવા વિસ્તારોમાં મલેરીયા વિભાગે ફોગીંગની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article