ક્રિકેટજગત ફરી એકવાર શર્મસાર, ફિક્સિંગના આરોપમાં આ ટીમના બે ખેલાડી સસ્પેન્ડ

admin
1 Min Read

આઈપીએલ 2020 શરુ થવામાં હવે માત્ર 6 દિવસ બાકી રહ્યા છે પરંતુ આ દરમિયાન યુએઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મેચ ફિક્સિંગના આરોપમાં આઈસીસીએ કાર્યવાહી કરતા યુએઈના બે ક્રિકેટરો સામે કાર્યવાહી કરી છે અને આ બન્ને ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

યુએઈના બે ખેલાડીઓ એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના આઈસીસી ભ્રષ્ટાચાર નિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ સસ્પેન્ડ કરી દીધા છે. બોર્ડે આ કાર્યવાહી આમિર હયાત અને અશફાક અહમદ ઉપર કરી છે. આ બંને ખેલાડીઓ ઉપર આરોપનો જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. 38 વર્ષીય હયાત મીડીયમ ફાસ્ટ બોલર છે જેણે નવ વન-ડે અને ચાર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે 35 વર્ષીય અશફાકે 16 વન-ડે અને 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે.

મહત્વનું છે કે, અશફાકને ગત વર્ષે ઓક્ટોબરમાં આઈસીસી પુરુષ ટી 20 વિશ્વકપ ક્વાલીફાયર દરમિયાન સસ્પેન્ડ કરી દેવાયો હતો, પરંતુ અત્યાર સુધી તેના પર સત્તાવાર કોઈ આરોપ સાબિત થયા નહતા, આ બન્નેને લાંચ લઈને ખરાબ પ્રદર્શન કરવા અને મેચ ફિક્સ કરવાનો આરોપ છે.

Share This Article