Oppoનું એમએસ ધોની સાથે નવું #BeTheInfinite કેમ્પેઇન

admin
3 Min Read
વૈશ્વિક સ્તરે અગ્રણી સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ ઓપ્પોએ તેના નવા રચનાત્મક અને પ્રેરક કેમ્પેઇન #BeTheInfinite માટે જાણીતા ક્રિકેટર એમએસ ધોનીને સામેલ કર્યાં છે. પોતાના જુસ્સા અને અનંત સંભાવનાઓ શોધતા લોકોને ઓપ્પો અને એમએસ ધોની સાથે મળીને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે તે જોવા પ્રેરણાદાયી માઇક્રોફિલ્મ જોવા ટ્યુન કરો. ગ્રાહકોના અભિગમમાં અભુતપૂર્વ બદલાવ આવી રહ્યો છે તથા આ કેમ્પેઇન દ્વારા ઓપ્પો આશાની ભાવના પ્રગટાવવા અને લોકોને પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. રેનો4 પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન ઓપ્પોના યુઝર્સની સાથે-સાથે દેશભરમાં ચાહકોને અદ્ભુત અનુભવ પ્રદાન કરવા માગે છે, જેઓ એવો ફોન ઇચ્છે છે, જે #BeTheInfiniteના જુસ્સા સાથે સુસંગત હોય. આ માસ્ટરપીસની કિંમત રૂ. 34,990 છે અને તે 24 સપ્ટેમ્બર, 2020થી ફ્લિપકાર્ટ ઉપર ઉપલબ્ધ બનશે.
ભુતપૂર્વ ક્રિકેટ કેપ્ટન એમએસ ધોની સાથે ઓપ્પોનું નવું #BeTheInfinite કેમ્પેઇન દર્શાવશે કે કેવી રીતે સમર્પણ, સખત મહેનત, નિર્ધાર અને પ્રેરણા સાથે કોઇપણ વ્યક્તિ તેમના જુસ્સાથી લક્ષ્યને હાંસલ કરી શકે છે. અદ્ભુત, ઝડપી પર્ફોર્મર, સમર્પણ, વિશ્વસનીયતા અને પરિણામલક્ષી જેવી સમાન વિશેષતાઓ સાથે ઓપ્પો અને એમએસ ધોની શ્રેષ્ઠતા દર્શાવે છે. એમએસ ધોનીની માફક ઓપ્પો ઇનોવેશનમાં અગ્રેસર રહ્યું છે અને સ્માર્ટફોન ઉદ્યોગમાં તકનીકી સફળતા પ્રદાન કરી રહ્યું છે.
રેનો4 પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન સાચા અર્થમાં માસ્ટરપીસ છે. આ સ્માર્ટફોન નવી રેનો ગ્લો ડિઝાઇન સાથે ગેલેક્ટિક બ્લુ કલરમાં આવે છે, જે મેટ ફિનિશ સાથે સુક્ષ્મ ડાયમંડ્સ અને પ્રીમિયમ વાઇબ્રન્ટ લૂક પ્રદાન કરે છે. આ ફોનની જાડાઇ માત્ર 7.7 એમએમ છે અને તેનું વજન માત્ર 161 ગ્રામ છે, જે સાથે તે ભારતમાં સૌથી ઓછું વજન ધરાવતો પ્રીમિયમ સ્માર્ટફોન છે. વધુમાં તેનું 6.5 ઇંચ સુપર એમોલેડ ડિસ્પ્લે અદ્ભુત વ્યૂઇંગ અનુભવ ઓફર કરે છે. તેની પાતળી અને ઓછા વજન ધરાવતી ડિઝાઇન ગ્રાહકોને કોઇપણ સમયે હાથમાં પકડી રાખવા માટે અનુકૂળ છે તેમજ ફોન ઉપર આઇપીએલ મેચ જોવા માટેનો ઉત્તમ સાથી બને છે. એમએસ ધોનીની માફક – વિકેટ્સ વચ્ચેના ઝડપી રનર, ઓપ્પો રેનો પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન પણ સુપર-ખાસ્ટ 65ડબલ્યુ સુપર વીઓઓસી 2.0 ચાર્જિંગ ક્ષમતા ધરાવે છે, જે ભારતમાં સૌથી ઝડપી ચાર્જિંગ ટેક્નોલોજીથી અને માત્ર 36 મીનીટમાં ફોન સંપૂર્ણપણે ચાર્જ થઇ જાય છે. ઓપ્પો રેનો4 પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન 24 સપ્ટેમ્બર, 2020થી ફ્લિપકાર્ટ ઉપર રૂ. 34,990ની કિંમતે ઉપલબ્ધ બનશે. આ ઉપકરણ આકર્ષક ઓફર્સ સાથે ઉપલબ્ધ બનશે, જેમકે 9 મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઇ, 70 ટકા સુધી એશ્યોર્ડ બાયબેક અને 7 મહિના સુધીની એક્સટેન્ડેડ વોરંટી. વધુમાં એસબીઆઇ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ ઉપર રૂ. 2,500 સુધીનું 10 ટકા ઇન્સ્ટન્ટ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત પ્રથમ 500 લકી ગ્રાહકો તેમના ડિવાઇસની ખરીદી સાથે વિશેષ ગિફ્ટ બોક્સ પણ મેળવશે.
Share This Article