ભારતીય બોલર શ્રીસંતને મળશે રાહત

admin
1 Min Read

ભારતીય ક્રિકેટર શ્રીસંત પર મેંચ ફિક્સીંગનાં આરોપ બદલ તેના રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઈને ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના લોકપાલ ડી.કે જૈને મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે શ્રીસંત પરથી લાઈફટાઈમ પ્રતિબંધ ઘટાડી 7 વર્ષનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જેનાં કારણે આવતા વર્ષે ઓગસ્ટમાં શ્રીસંત પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. કારણ કે તેના પર છેલ્લા 6 વર્ષથી પ્રતિબંધ ચાલુ હતો. મહત્વનું છે કે શ્રીસંત પર 2013માં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. શ્રીસંત સિવાય મેચ ફિક્સિંગનો આરોપ આઈપીએલની રાજસ્થાન રોયલ ટીમના અજિત ચંદિલા અને અંકિત ચૌહાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જૈને આ અંગે જણાવ્યું હતું કે, શ્રીસંત 35 વર્ષની વયનો થઈ ચુક્યો છે. અને એક ક્રિકેટર તરીકે તેની કારકીર્દિનો સમય પણ જતો રહ્યો છે. મારું માનવું છે કે શ્રીસંત પર લાઈફ ટાઈમ પ્રતિબંધ હટાવી 7 વર્ષનો નિર્ણય યોગ્ય છે. ક્રિકેટ બોર્ડ દ્વારા શ્રીસંત પર લગાવવામાં આવેલ આરોપ બદલ લાઈફ ટાઈમ પ્રતિબંધ લાગવો જોઈએ તેવા આરોપોની સામે શ્રીસંતનાં વકીલે આ આરોપો ખોટા છે તેવી રજૂઆત કરી હતી અને કહ્યું કે તેનાં વિરુધ્ધ કોઈ પણ પ્રકારનાં સબૂત મળ્યા નથી.

Share This Article