આ દેશમાં માણસની અંદર દાખલ કરવામાં આવશે કોરોના વાયરસ

admin
1 Min Read

ચીનના વુહાન પ્રાંતથી કોરોના વાયરસનું સંક્રમણ હાલ વિશ્વના અનેક દેશોમાં ફેલાયુ છે. કરોડો લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. તો લાખો લોકો મોતને ભેટ્યા છે. ત્યારે બ્રિટેનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. બ્રિટન દુનિયાનો પ્રથમ એવો દેશ બની શકે છે જ્યાં કોવિડ-19 ચેલેન્જ ટ્રાયલ્સ અંતર્ગત જાણી જોઈને માણસના શરીરમાં કોરોના વાયરસ દાખલ કરવામાં આવશે.

વોલેન્ટિયર્સ પર થનાર આ ટ્રાયલનો ઉદ્દેશ્ય સંભવિત કોરોના વાયરસ વેક્સીનના પ્રભાવનો તપાસ કરવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રયોગ લંડનમાં કરવામાં આવશે. બ્રિટનની સરકારે કહ્યું છે કે હ્યુમન ચેલેન્જ સ્ટડી દ્વારા વેક્સીન બનાવવાને લઈને વિચાર વિમર્શ કરી રહી છે.  રિપોર્ટ પ્રમાણે હાલ આ પ્રકારની કોઈ સમજુતી પર હસ્તાક્ષર થયા નથી.

સરકારના એક પ્રવક્તાએ કહ્યું કે અમે પોતાના સહયોગીઓ સાથે કામ કરી રહ્યા છીએ જેથી એ સમજી શકાય કે અમે હ્યુમન ચેલેન્જ સ્ટડી દ્વારા સંભવિત કોરોના વાયરસ વેક્સીનને લઈને કેવી રીતે સહયોગ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે આ ચર્ચા કોરોના વાયરસને રોકવા, તેની સારવાર માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોનો ભાગ છે. જેથી આપણે આ મહામારીને જલ્દીથી જલ્દી ખતમ કરી શકીએ.

Share This Article