અમરેલીના ખાંભા વિસ્તારમા અવારનવાર સાવજો પશુઓનુ મારણ કરી રહ્યા છે. ચોમાસાના સમયમા સિંહોને પીવાનુ પાણી તો ગમે ત્યાં મળી રહે છે. પણ મારણ માટે આમથી તેમ ભટકવુ પડે છે. ત્યારે ખાંભા તાલુકામાં સિંહો દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યુ હોવાની ઘટના બની હતી. ખાંભામાં ધોળા દિવસે લાપાળા ડુંગર પર આઠ સિંહોએ શિકાર કર્યો હતો. મારણ કરીને આઠ સિંહો શિકાર પર તૂટી પડ્યા હતા. માલધારીઓના માલઢોરને દિવસે શિકાર કરીને સિંહોએ જીયાફ્ત ઉડાવી છે. છેલ્લા ચાર દિવસમાં સિંહોના મારણની આ ચોથી ઘટના છે. આ આઠ સિંહોનાં શિકારની જીયાફ્ત ઉડાવતો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અમરેલીના ઠેર ઠેર વિસ્તારોમાં સિંહોના શિકારના બનાવો વધ્યા છે. ગીરમાં માનવ વસ્તીમાં ઘૂસી જઇ સાવજો તથા અન્ય જંગલી પશુઓ દ્વારા શિકાર કરવાની ઘટનાઓ પણ વધી રહી છે. સિંહોના હુમલા કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -