પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલની બિનહરીફ ડિરેકટર તરીકે વરણી

admin
1 Min Read

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશનની ડિરેકટર ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બેઠક પરથી પાટણ શહેરમાં આવેલ પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન અને સહકારી આગેવાન સુરેશભાઈ પટેલની બિનહરીફ ડિરેકટર તરીકે વરણી થતા પાટણ નાગરિક સહકારીબેંક ખાતે તેમનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન અનેસહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા સહકારી આગેવાન સુરેશભાઇ પટેલની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બેઠક ઉપરથી ઉમેદવારી કરી હતી. જેમાં તેમની બિનહરીફ વરણી થતા પાટણ માર્કટયાર્ડ ખાતે આવેલ પાટણ નાગરિક સહકારી બેંક ખાતે બેંકના પદાધિકારીઓ દ્વારા સુરેશભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમને વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે બેંકના મેનેજિંગ ડિરેકટર અતુલ પટેલ,ડિરેકટર મનસુખભાઈ પટેલ સહિતના ડિરેકટર અને સ્ટાફ હાજર રહ્યો હતો.

Share This Article