ભાજપ ધારાસભ્ય અને ગુજરાતી સિંગર કિંજલ દવેએ લોકોના જીવ જોખમમાં મૂક્યા ! જુઓ વિડિયો

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના રોજે રોજ 1300થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસની સંખ્યા વધીને 1.40 લાખને પાર કરી ગઈ છે. તેવામાં ભાજપના વધુ એક નેતાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેમની ઉપસ્થિતિમાં જ સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે પણ ઉપસ્થિત હતી.

કોરોનાના કહેર વચ્ચે અનલૉક 5.0 લાગુ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 200 જણા સુધી લોકોને એકઠા કરવાની છૂટ છે. તેમ છતાં ક્યાંય પણ ટોળે વળીને કાર્યક્રમો યોજવાની છૂટ નથી. આવી સ્થિતિમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના ડેડોલ ગામમાંથી ચિંતાજનક દૃશ્યો આવ્યા છે.

https://twitter.com/TheSquirrelin/status/1312299607729213440?s=20

MLA શંશીકાંત પંડ્યાએ ડીસામાં રોડના ખાતમુહુર્તમાં ભાગ લીધા બાદ સરઘસ કાઢ્યુ હતું. જેમાં કિંજલ દવે પણ જોડાઈ હતી.આ દરમિયાન ધારાસભ્ય પંડ્યા અને ગુજરાતી કલાકાર કિંજલ દવેએ કોરોનાકાળમાં લાગુ કરાયેલ નિયમોની ઐસી તૈસી કરીનેસરઘસ કાઢયુ હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો સરઘસ જોવા ઉમટી પડ્યા હતા. કોરોનાના આ કપરા સમયમાં ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ગાયક કલાકાર કિંજલ દવેના આ કાર્યક્રમ સામે સવાલો ઉઠ્યા છે. એક બાજુ સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની ટકોર કરી રહી છે. આર્થિક કટોકટી નિવારવા જ વેપાર ધંધા ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યારે આવા કાર્યક્રમો યોજીને આયોજકોએ હજારો લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

Share This Article