બ્લેક પેંથરનો ડરાવનો લૂક થયો વાયરલ

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં અવાર નવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ખબૂ જ દુર્લભ એવા બ્લેક પેંથરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. બ્લેક પેંથર તેની સુંદરતાના કારણે તો જાણીતો છે. આ ખૂબ જ દુર્લભ પ્રાણી છે. બ્લેક પેંથરનો વિડિયો સામે આવ્યો છે જેમાં તેના લૂકની ચર્ચા થઈ રહી છે. જે રીતે તેણે કેમેરા સામે નજર કરી તે કેટલાક લોકોને ભયભીત કરી દે તેવી છે તો ઘણા લોકોને બ્લેક પેંથરની કેમેરા સામે જોવાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ પડી છે.

આ વીડિયોને ટ્વિટર પર આઈએફએસ રમેશ પાંડેએ શેર કર્યો છે. જેને ટ્વિટર યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ વીડિયોને રિટ્વિટ પણ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બ્લેક પેન્થરની સુંદરતા વિશે શું કહેવું. પ્રથમ વાત તો એ છે કે આ પ્રાણી ખૂબ જ દુર્લભ છે. આ બ્લેક પેન્થરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેનો લૂક એકદમ જોરદાર લાગી રહ્યો છે. કેમેરામાં જે રીતે તે જોઈ રહ્યો છે. તેના નામ પ્રમાણેના ગુણ દેખાઈ આવે છે. તેની જોવાની આ એન્ટ્રી પણ લોકોને પસંદ પડી રહી છે. ત્યારે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Share This Article