કેટલાક લોકો નશામાં ને નશામાં ન કરવાના કામ કરી નાંખે છે. નાના બાળકો તોફાન કરે એ વાત સમજ્યા પણ મોટા લોકો તોફાન કરે એ વાત હજમ થાય એમ નથી. ત્યારે આવી જ એક ઘટનાનો વિડિયો સામે આવ્યો છે. જ્યાં એક યુવતિ પોતાના મિત્રો સાથે દારુની પાર્ટી માણ્યા બાદ ના કરવાનું કામ કરી બેઠી.
યુવતિએ એટલો દારુ પી લીધો કે તેને ‘વોશિંગ મશીન’માં ઘુસવાનો વિચાર આવ્યો અને ઘુસી પણ ગઈ. પરંતુ નશો ધીમે ધીમે ઉતરવા લાગ્યો અને વોશિંગ મશીનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો કમરથી નીચેનો ભાગ મશીનમાં અટવાઇ ગયો. જેથી તેના મિત્રો પણ બે ઘડી ગભરાઈ ગયા હતા પરંતુ તેની આ હરકતની મજા પણ લીધી.
— TheTabTikToks (@TikTab) October 2, 2020
જો કે આ કેસની ગંભીરતા જોઇને મિત્રોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા. ત્યારબાદ તેમણે ફાયર ફાઇટર્સને ફોન કર્યો અને ફાયર ફાઈટર્સે વોશિંગ મશીનમાં ફસાયેલી આ યુવતિને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.આ ઘટનાનો વિડિયો હાલ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને દારુ પીને ધમાલે ચડતા બંધાણીઓ માટે પણ આ વીડિયો સબક સમાન છે.