તો શું ગાંજો પણ કોરોનામાં રામબાણ સાબિત થઈ રહ્યો છે? સ્ટડીમાં સામે આવી વિગત

admin
1 Min Read

કોરોના વાયરસના ગંભીર દર્દીઓની સારવાર ગાંજાથી શઈ શકે છે. એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની સાઉથ કૌરોલિના યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદર ઉપર ગાંજાના ત્રણ અભ્યાસ કર્યાં છે. પરંતુ નિષ્કર્ષ પર પહોંચવા માટે હજુ વધુ સંશોધનની જરૂર છે અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તે લોકોને ખુદ ગાંજાના સેવન માટે પ્રોત્સાહિત કરી રહ્યાં નથી. આમ કરવાથી લોકોની બીમારી વધી શકે છે.

પરંતુ અમેરિકી રિસર્ચમાં તે જાણવા મળ્યું છે કે, ગાંજામાં રહેલા ટીએચસી પદાર્થથી કોરોનાના દર્દીઓની સારવાર થઈ શકે છે. વાસ્તવમાં ટીએચસી લોકોને ખતરનાક ઈમ્યુન રેસ્પોન્સથી બચાવી શકે છે. જેના કારણે દર્દી એક્યુટ રિસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમનો શિકાર થઈ જાય છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોરોનાના ગંભીર દર્દીમાં સમસ્યા ઘણી મહત્વની છે. તેના કારણે કેટલાક દર્દીના મોત નીપજી ચુકે છે. તો અમેરિકી સ્ટડીમાં સૌથી પહેલા તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે શું ટીએચસી ઈમ્યુન રેસ્પોન્સથી રોકી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટીના ત્રણ અભ્યાસમાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા. પહેલા ઉંદરોને એક ટોક્સિન આપવામાં આવ્યું અને ત્યારબાદ THC આપવામાં આવ્યું. જોવામાં આવ્યું કે જે ઉંદરોને THC આપવામાં આવ્યું તેનો જીવ બચી ગયો. પરંતુ તે ઉંદરોના મોત થઈ ગયા જેને માત્ર ટોક્સિન આપવામાં આવ્યું હતું.

Share This Article