ડેમમાંથી 2.43 લાખ કયુસેક પાણી છોડાયું – નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ

admin
1 Min Read

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીનો આવરો થતાં ડેમની સપાટી 132.77 મીટર સુધી પહોંચી ગઇ છે. ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 2.43 લાખ કયુસેક પાણી છોડતા ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ સુધી પહોંચી છે.મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવરમાં 2.73 લાખ કયુસેકથી વધારે પાણી ઠલવાય રહયું હોવાથી નર્મદા ડેમની સપાટી 132.77 મીટર સુધી પહોંચી ગઇ છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 2.43 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી આવી રહેલા પાણીના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 19.50 ફૂટ સુધી પહોંચી છે. ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. ભરૂચના એસડીએમ જે.વી.દેસાઇએ જણાવ્યું હતું કે, હાલના તબકકે ચિંતાનું કોઇ કારણ નથી પણ વહીવટીતંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયું છે

Share This Article