રેપિડ એન્ટિબોડી ટેસ્ટ માટે ખાનગી લેબને મળી મંજૂરી, જાણો કેટલામાં થશે ટેસ્ટ

admin
1 Min Read

કોરોના વાયરસની મહામારી સંદર્ભે નાગરીકોને ત્વરિત સારવાર મળી રહે અને સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું પાસુ છે, ત્યારે રાજ્યમાં યોગ્યતા ધરાવતી ખાનગી લેબોરેટરીઓને કોવિડ-19 માટેનો રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ટેસ્ટિંગ માટેની કિંમતો પણ સરકારે નક્કી કરી છે. જે મુજબ દર્દી ખાનગી લેબોરેટરીમાં જઈને માત્ર 450 રૂપિયામાં કોરોનાનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરાવી શકશે.

જ્યારે દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેક્ટ કરવા માટે ખાનગી લેબને 550 રુપિયા ચુકવવાના રહેશે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે. જે લેબને આ માટેની મંજૂરી આપવામાં આવી છે તેમણે લેબમાં એમડી પેથોલોજીસ્ટ કે એમડી માઈક્રોબાયોલોજીસ્ટ ફરજીયાત ઉપલબ્ધ હોવા જોઈએ. મહત્વનું છે કે, રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને RT-PCR ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલી છે. તેવી જ રીતે વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-19 માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Share This Article