સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના સેટ પર શક્તિ કપૂર જણાવે છે કે, કઈ રીતે જેકી શ્રોફે તેનું પ્રથમ ઘર ખરીદવા માટે તૈયાર કર્યા

admin
4 Min Read

ઝી ટીવીનો પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સએ શોનો હિસ્સો એવા તેના અદ્દભુત સ્પર્ધકોના આશ્ચર્યજનક પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા છે. અમોલ પાલેકર, અન્નુ કપૂર અને રણધિર કપૂર જેવા બોલિવૂડના કલાકારની સાથે 80ના યુગની ક્લાસિકના મોહની ઉજવણી કર્યા બાદ, લોકપ્રિય રિયાલિટી શોએ તેમના ભવ્ય અંતિમ એપિસોડ માટે તૈયાર થઈ રહ્યો છે. જ્યારે દરેક સ્પર્ધક તેનું શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહી છે, આગામી ફાઈનલ એપિસોડમાં કેટલાક ખાસ જજ જેવા કે, જેકી શ્રોફ, શક્તિ કપૂર અને વધુ એક વખત એવરગ્રીન અભિનેતા ગોવિંદા જોવા મળશે. જ્યારે દરેક લોકો બોલિવૂડના કેટલાક અજાણ્યા રહસ્યોને છતા કરી રહ્યા છે, જેને ગ્રાન્ડ ફિનાલેને જોવા જેવો લાગવો જ જોઈએ.

શૂટિંગ દરમિયાન, અત્યંત પ્રતિભાશાળી લિટલ ચેમ્પ્સના દિલધડક પર્ફોર્મન્સને જોયા બાદ, જેકી શ્રોફે શક્તિ કપૂર અને તેની મિત્રતા વિશે જણાવ્યું હતું. જ્યારે તેઓ તેમના સારા જૂના દિવસોને યાદ કરતા હતા, ત્યારે શક્તિ કપૂરે જણાવ્યું કે, કઈ રીતે તેમને જેકી શ્રોફને તેમનું પ્રથમ ઘર ખરીદવા માટે મનાવ્યા હતા. શક્તિ કપૂરના જણાવ્યા અનુસાર, “જેકીએ હંમેશા કાર પ્રત્યે આકર્ષણ હતું અને જ્યારે તે એક નાનકડા ગામના નાના ઘરમાં રહેતો હતો ત્યારે પણ તેને એક નવી કાર ખરીદવી હતી.

આ ટ્રેન્ડ તેમને જે શરૂ કર્યો એ જ ગોવિંદા અને સલમાન ખાને પણ અનુસર્યો હતો. પણ જેકીની માતાને ચિંતા હતી અને તેને મને કહ્યું કે, હું તેને તેનું પોતાનું ઘર ખરીદવા માટે મનાવું. તેના માતા જાણતી હતા કે, જેકી મને એક શ્રેષ્ઠ મિત્ર માને છે અને તે મારું સાંભળશે. જો કે, તે ગરીબ લોકોને પૈસા પણ દાનમાં આપતા હતા, ખાસ કરીને જે લોકો રોડ પર રહેતા હોય છે. તો તેમને આ ચેરિટીના કામને અટકાવવા સમજાવું એ પણ એક પડકાર હતું. મેં તેને તેમના માથા પર પોતાની એક છત હોવાનું મહત્વ સમજાવ્યું. એવું કહ્યું કે, પહેલા તેના માટે એક નવું ઘર ખરીદી લે પછી તે તેનું ઉમદા અને સેવાભાવી કામ કરી શકશે.  બીજી બાબત તુરંત જ મારી સામે આવી કે, મને જેકીનો ફોન આવ્યો કે, તેને એક મોટું ઘર ખરીદી લીધું.” આ ઘટસ્ફોટ બાદ, હોસ્ટ મનિષ પૌલએ ગોવિંદાની પત્નિને મસ્તી કરવા માટે સ્ટેજ પર બોલાવ્યા અને બી-ટાઉનના ત્રણ એવરગ્રીન અભિનેતાની સાથે મસ્તીભર્યા પ્રશ્નો અને જવાબનો રાઉન્ડ કર્યો.

જ્યારે મનિષ પૌલએ ગોવિંદાની પત્નિને જીતવા માટે પ્રયત્ન કરતો હતો, ત્રણ અભિનેતાને તેને પ્રશ્ન કર્યો કે, કઈ રીતે તેમને તેમની પત્નિ સાથે ગુણવત્તાસભર સમય વિતાવ્યો અને તેઓ કેટલા રોમાન્ટિક છે!આ રમત દરમિયાન, ઘણા અજાણ્યા તથ્યો સામે આવ્યા કે, કઈ રીતે જેકી શ્રોફએ તેમની પત્નિને તેમના જ જન્મદિવસને દિવસે લગ્ન કરવા મનાવવા માટે તેમના માટે રસોઈ બનાવી, સાથોસાથ કઈ રીતે ગોવિંદા હંમેશા તેમના લગ્નતિથીને ભૂલી જાય છે. જ્યારે મસ્તીભર્યા પ્રશ્ન અને જવાબના સેશન ચાલી રહ્યા હતા તેને સેટ પર દરેકને દિલથી હસાવ્યા, સ્પર્ધકો ખરેખર મસ્તીભર્યા પર્ફોર્મન્સથી આપણને ટ્રીટ કર્યા છે, કારણકે તેઓ સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના સ્ટેજ પર છેલ્લી ગાઈ રહ્યા હતા. ખરેખર તો, આપણા જજ પણ તેમના અનુભવી પ્રદર્શનથી મંચ પર આગ લગાડી રહ્યા છે. જાવેદ અલીએ એ. આર. રહેમાનને ભાવાંજલી આપી, તેને દર્શકોને જકડી રાખ્યા છે, ત્યારે અલ્કા યાજ્ઞિકે તેના સુંદર અવાજથી દરેકને અવાક કરી દીધા. આ બધાથી વધુ, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના આગામી એપિસોડ એક જોરશોરથી પરાકાષ્ઠાએ લઈ જવા માટે તૈયાર છે.

Share This Article