ગુજરાત ભાજપના આ ધારાસભ્યના પદ પર મંડરાયો ખતરો

admin
1 Min Read

વર્ષ 2007માં ધ્રોલ સિવિલ હોસ્પિટલમાં તોડફોડ કેસ મામલે ધ્રોલ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને ધ્રોલ કોર્ટે દોષીત ઠેરવ્યા છે. જ્યારે ત્રણ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચને જુદી જુદી કલમો હેઠળ 6 માસની સજા અને 10 હજારના દંડની સજા સંભળાવી હતી.

જો કે હાલ તમામને જામીનમુક્ત કરવામાં આવ્યા છે. જો રાઘવજી પટેલને 2 વર્ષ કરતાં વધુની સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે. જેથી રાઘવજી પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યુ હતું.

આ અંગે તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુકેલ રાઘવજી પટેલ ડોક્ટર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ધ્રોલની સરકારી હોસ્પીટલમાં સુવિધાઓને મામલે આવેદનપત્ર આપતી વેળાએ તોડફોડ કરી હતી. આ ગુનામાં પોલીસે રાઘવજી પટેલે તે સમયના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે નરેન્દ્રસિંહ જાડેજા, ત્રણ પત્રકારો અને અન્ય ત્રણ સામે ગુનો દાખલ થયો હતો. જે કેસમાં ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા અને ત્રણ પત્રકાર કરણસિંહ જાડેજા સહિત પાંચ દોષિતોને 6-6 મહિનાની સજા ફટકારી છે.

Share This Article