ઉપરવાસમાંથી 3 લાખ 4 હજાર ક્યુસેક પાણીની આવક

admin
1 Min Read

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે હાલમાં સરદાર સરોવરમાં 3.04 લાખ ક્યૂસેક પાણીનો આવરો થઇ રહ્યો છે. જેના પગલે ડેમની સપાટી વધીને અત્યાર સુધીની સૌથી વધુ 132.91 મીટરે પહોંચી ગઇ છે. ડેમના 15 દરવાજા ખોલીને નર્મદામાં પાણી ઠલવાઇ રહ્યું હોઇ નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી 19 ફૂટે સ્થીર ચાલી રહી છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 3,04,374 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલની ડેમ ની સપાટી 132.91 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોચી છે. જેને કારણે નર્મદા બંધના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. ડેમમાંથી છોડાતાં પાણીને પગલે ભરૂચના ગોલ્ડનબ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી 19 ફૂટે સ્થીર રહી છે. છેલ્લા ચાર દિવસથી નર્મદા નદી પરનો ગોરા બ્રિજ ડૂબી ગયો છે. જેને કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સાથે નર્મદા બંધ જોવા આવનારા પ્રવાસીઓ ને પણ હાલાકી વેઠવી પડી રહી છે.સરદાર સરોવર નર્મદા બાદ સરદાર સરોવર પાણીની આવકને લઈને રીવર બેડ પાવર હાઉસ ના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતા વાળા ટર્બાઇનો ધમધમી રહ્યા છે. 24 કલાકમાં આ પાવરહાઉસ 30 મિલિયન યુનિટ વીજળી ઉત્પાદન કરી રહ્યા છે.

Share This Article