ગુજરાતીઓએ શોધી કાઢ્યો ગરબા રમવાનો જુગાડ, જુઓ વિડિયો

admin
1 Min Read

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર અન્ય તહેવારો કરતા વધુ લોકપ્રિય છે અને ગુજરાતીઓ તેમાંય ખાસ કરીને યુવાધન આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગરબા કરીને ઉજવતુ હોય છે. કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે ભલે જાહેરમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ ગરબાના શોખીનોએ તેનો પણ રસ્તો શોધી કાઢ્યો છે.

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આ વખતે નવરાત્રિમાં ગરબાનું આયોજન રદ કરાયું છે. ત્યારે બીજીબાજુ સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા છે. આ ડ્રેસ પીપીઇ કીટ થકી તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ ટ્રેડિશનલ ડ્રેસનો લુક આપવામાં આવ્યો છે. હાલ આ અનોખા ગરબા કોસ્ટ્યુમનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. PPE કિટ્સમાંથી બનેલા સ્પોર્ટિંગ હેન્ડ પેન્ટેડ કોસ્ટ્યુમને ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સે પોતે તૈયાર કર્યા છે. જેથી આ મહામારીના સમયમાં પણ ગરબાનો શોખ પૂરો થઇ શકે.

Share This Article