પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી હુમલો

admin
1 Min Read

પાકિસ્તાનમાં થયેલ આતંકી હુમલામાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલ હુમલામાં પાકિસ્તાન આર્મીના 8 સુરક્ષાદળો સહિત કુલ 15 લોકોના મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનમાં અર્ધસૈનિક દળોના તેલ અને ગેસ કમર્ચારીઓના કાફલા પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 8 સુરક્ષાદળો સહિત 15 લોકોના મોત નિપજ્યા છે. ગ્વાદર જિલ્લાના ઓરમારા શહેરમાં સરકારી ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (ઓજીડીસીએલ)ના કર્મચારીઓ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (ISPR) દ્વારા આ અહેવાલની પુષ્ટી કરવામાં આવી છે. તેમજ જણાવાયું છે કે, હુમલા બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફાયરીંગની પણ ઘટના થઈ હતી. જેમાં આતંકીઓને પણ ઘણુ નુકશાન થયુ છે. આ હુમલામાં ફ્રન્ટિયર કોરના 8 સુરક્ષાદળો અને 7 પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડના મોત નિપજ્યા છે.

Share This Article