સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બદલાઈ ગાઈડલાઈન, મુલાકાત લેતા પહેલા વાંચી લો….

admin
2 Min Read

કોરોના સંક્રમણમાં લગાવવામાં આવેલા લોકડાઉન બાદથી બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને અનલોક 5ની ગાઈડલાઈન અંતર્ગત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓએ આ માટે કેટલીક ખાસ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ દરમિયાન મર્યાદીત સંક્માં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે દરોરજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

તેમજ દરરોજ 500 પ્રવાસીઓને જ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એ જ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે જેમણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે. આ સિવાય કોઈપણ પ્રવાસીને એન્ટ્રી આપવામાં આવી રહી નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે દિવસ દરમિયાન કુલ 5 સ્લોટ રખાયા છે. જેમાં સવારે 8થી 10, 10થી 12, 12થી 2, 2થી 4 અને સાંજે 4થી 6નો સમયગાળો રખાયો છે. જેમાં પ્રત્યેક સ્લોટમાં 500 પ્રવાસીને એન્ટ્રી આપવામાં આવી રહી છે.

સાથે જ નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામુ બહાર પાડ્યુ છે. જે અંતર્ગત કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને ”No Drone Zone” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ આ જાહેરનામું બહાર પાડ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Share This Article