ડીસા ચકચારી દુષ્કર્મ-હત્યા કેસ : કોઈપણ વકીલ આરોપી તરફથી નહીં લડે કેસ

admin
1 Min Read

ગુજરાત ફરી એકવાર શર્મસાર થાય તેવી ચકચારી ઘટના સામે આવી છે. થોડા દિવસો અગાઉ જામનગર અને મહીસાગરમાં બનેલી રેપની ઘટનાઓના પડઘા હજી શાંત થયા નથી ત્યાં ડીસામાં એક મુકબધિર કિશોરી સાથે દુષ્કર્મ બાદ તેની ગળુ કાપી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે.

આ બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. જોકે આ બનાવના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે અને ડીસા બાર એસોસીએશને પણ ઘટનાની ગંભીરતાને જોતા મહત્વનો નિર્ણય લીધો છે.

ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય લીધો છે કે, આ આરોપી તરફથી કોઇપણ વકીલ કેસ નહીં લડે. દુષ્કર્મ બાદ હત્યાની આ ચકચારી ઘટનાના આરોપી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને બનાસકાંઠાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, ડીસાની 12 વર્ષીય મૂકબધિર કિશોરી પર તેના જ પિતરાઈ ભાઈએ દુષ્કર્મ ગુજાર્યા બાદ છરીથી ગળું કાપી હત્યા કરી દઈ લાશ 20 ફૂટ દૂર ફેંકી દીધી હતી. આ યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, સીસીટીવીના આધારે પોલીસે શનિવારે બપોરે જ આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો.

Share This Article