વિયેતનામમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટના, સેનાના કેમ્પ પર ધસી પડી ભેખડ

admin
1 Min Read

વિયેતનામમાં ભારે વરસાદ, પૂર અને ત્યારબાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના પગલે વિયેતનામમાં ઘણા ભાગોમાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધી ભારે વરસાદના કારણે આવેલ પૂરમાં 80થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 30થી વધુ લોકોની હજી સુધી કોઈ ભાડ મળી નથી. રવિવારે મોડી સાંજે ભૂસ્ખલનની ઘટનામાં વિયેતનામ સેનાને મોટુ નુકસાન થયુ છે.

મધ્ય વિયેતનામમાં સેનાના એક કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો, જેમાં 20 સૈનિકોના મોત નિપજ્યા છે. સતત પડી રહેલા ભારે વરસાદના પગલે મધ્ય વિયેતનામમાં આ ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલન થતાં કેટલાક સૈનિક લાપતા બન્યાના સમાચાર પછી બચાવ ટુકડીઓ કામે લાગી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં માટીની ભેખડ ધસી પડતા 13 કામદારો દટાયા હતા.

વિયેતનામમાં છેલ્લા એક સપ્તાહથી ક્વાંક ટ્રી પ્રાંતમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક વિસ્તારમાં ઢીંચણસમા પાણી ફરી વળ્યા છે. તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે જેના કારણે મોટાપાયે લોકોનું સ્થળાંતરણ કરવા માટે રાહત અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હાલ વિયેતનામમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ઠપ થયુ છે.

Share This Article