કન્ટેનર લોરીમાંથી કરોડો રૂપિયાના મોબાઈલ ફોન લઈને ચોર ટોળકી થઈ છૂ…

admin
1 Min Read

તમિલનાડુના કૃષ્ણાગીરીમાં ચોરીની  એક મોટી ઘટના સામે આવી છે. ચોરોએ કન્ટેનર લોરીમાં લઈ જવામાં આવી રહેલ કરોડોના મોબાઈલ ફોનની ચોરી કરી  ફરાર થઈ ગયા હતા. કન્ટેનર લોરી ચેન્નાઈથી મુંબઈ  તરફ જઈ રહી હતી. જે દરમિયાન ચોરોએ કન્ટેનરને રોકી ડ્રાઈવર અને ક્લીનરને ઢોર માર મારી કરોડોના મોબાઈલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, એક કન્ટેનર લોરીમાં કરોડો રૂપિયાના મોબાઈલ ફોન ચેન્નઈથી મુંબઈ લઈ જવામાં આવતા હતા. આ દરમિયાન કૃષ્ણાગીરીમાં કેટલાક બદમાશોએ લોરીને રસ્તામાં રોકી હાઈજેક કરી હતી. ત્યારબાદ ડ્રાઈવર અને ક્લિનરને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કન્ટેનરમાંથી કરોડો રૂપિયાના સેલફોનની ચોરી કરી લીધી હતી.

ત્યારબાદ પોલીસે સ્થાનિક લોકોની મદદથી ચાલક અને ક્લિનરને કૃષ્ણગીરીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. પોલીસે ત્યારબાદ ચોરોની જાણકારી એકઠી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ,  ચોરી કરાયેલા બધા ફોન MI કંપનીના હોવાનું જાણવા મળ્યુ છે.  કન્ટેનરમાં આશરે 15 કરોડથી વધુના મોબાઈલ ફોન લઈ જવામાં આવી રહ્યા હતા.

Share This Article