દિવાળી બાદ ધો-10 અને 12ની સ્કૂલો થશે શરુ, વિદ્યાર્થીઓને 2 કલાક માટે સ્કૂલે બોલાવવામાં આવશે

admin
2 Min Read

કોરોના મહામારી વચ્ચે શિક્ષણ ક્ષેત્ર ગંભીર રીતે અસરગ્રસ્ત થયું છે. શાળા-કોલેજોમાં સાત મહિનાથી શિક્ષણકાર્ય ઠપ છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે અને શાળામાં ફી-નિભાવ ખર્ચ સહિતના પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે સ્કૂલો ક્યારે ચાલુ કરવી તે એક મોટો પ્રશ્ન બન્યો છે, તેમજ જો સ્કૂલ શરુ કરવી હોય તો કેવી રીતે શરુ કરી શકાય તે અંગે રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ શાળા સંચાલકો અને શિક્ષણવિદો વચ્ચે ચર્ચા વિચારણા પણ ચાલી રહી છે.

દિવાળી પછી શાળા ખોલવાના મૂડમાં સરકાર હોવાની સાથે નિયમ આધિન શાળા ખોલવાની એસઓપી બનાવવા કવાયત હાથ ધરાઈ છે. જે અંતર્ગત હાલમાં યોજાયેલ બેઠકમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાથીઓને બે કલાક શાળામાં બોલાવવા માટે સર્વ સમતી જોવા મળી હતી.

એલ.પી.ડી. પટેલ હાઈસ્કૂલ, પુણા ખાતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ . દિપક દરજીની ઉપસ્થિતિમાં વિધાર્થીઓનાં શૈક્ષણિક વર્ષ અને શારીરિક સ્વાથ્યને ધ્યાનમાં રાખી શાળાઓ શરૂ કરવી કે કેમ ? એ હેતુથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં વાલી મંડળ, આચાર્ય સંઘ તેમજ શિક્ષણચિંતકો અને કેળવણીકારો બે કલાક સુધી પદ્ધતિસર ચિંતન – મંથન કરવામાં આવ્યું હતું અને પ્રતિનિધિઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. આ ચિંતન શિબિરમાં માત્ર ધોરણ 10 – 12 નાં વિદ્યાર્થીઓ માત્ર 2 કલાક માટે જ શાળાએ આવે , ફિઝિકલ ડિસ્ટન્સ અને માસ્કને સાચી રીતે પહેરવા અંગે માહિતગાર કરવા તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે વાલીઓ વિદ્યાર્થીને શાળાએ અને લેવા આવે તે અંગે સર્વસંમતિ જોવા મળી હતી.

Share This Article