વડાપ્રધાન મોદીએ ગુજરાતને આપી ત્રણ ભેટ, ગિરનાર રોપ-વે સહિત ત્રણ યોજનાનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ

admin
2 Min Read

ગુજરાતમાં માં આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રિના આઠમ અને નોમના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ ગિરનાર રોપ-વે ઉપરાંત 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદમાં બાળકો માટેની યુ.એન.મહેતા હૃદયરોગ હૉસ્પિટલ અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’ નું પણ ઈ-લોકાર્પણ કર્યું છે.  ગિરનાર રોપ-વેના લોકાર્પણને લઈ મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગિરનાર રોપ-વેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ હતું અને તેના ઉદ્ઘાટનની ગુજરાતીઓ પણ આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ગિરનાર આવતાં પ્રવાસીઓ માટે ગિરનાર રોપ વે અનોખું નજરાણું બની રહેશે. રોપ-વે અંગે વાત કરવામાં આવે તો આ રોપ-વેમાં 9 ટાવર ઊભા કરાયેલા છે, તેમાં કુલ 25 કોચ હશે. જેમાં એક કોચમાં ગ્લાસ ફ્લોરિંગનું કેબિન હશે.

આ દરેક કોચમાં એક સાથે 8 જેટલા પેસેન્જર બેસી શકશે. આ રોપ-વે એક કલાકમાં 800 પેસેન્જર અને રોજના 8000 પેસેન્જરને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રોપ-વે પેસેન્જર્સને 900 મીટરની ઊંચાઈ સુધી લઈ જશે. જે 5000 પગથિયા જેટલી ઊંચાઈ થાય છે. રોપ વેનો સૌથી ઊંચો પિલ્લર 66 મીટર ઊંચો છે. મહત્વનું છે કે, એશિયાના સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 750 ટૂવે નક્કી કરાયા છે. બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Share This Article