PUBG ઘેલા પુત્રએ પિતા પર ચપ્પૂ વડે કરી દીધો હુમલો

admin
2 Min Read

ભારતમાં PUBG મોબાઈલ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે તેમ છતાં યુવાનોમાં આ ગેમ પ્રત્યેનું ગાંડપણ એ હદે છે કે તેઓ હવે કોમ્પ્યુટર એટલે કે પીસી વર્જનમાં આ ગેમ રમવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે.  મોટાભાગના હવે આ ગે્મ રમવા માટે સાયબર કેફે તેમજ ગેમ ઝોનમાં જતા થયા છે. પબજી ગેમ રમવાના શોખિન યોવાનોમાં  આ ગેમનું ક્રેઝ એવુ છે કે તેઓ હત્યા, હત્યાના પ્રયાસ તેમજ યુવાનો પોતે આત્મહત્યા કરતા હોવાના અનેક બનાવ સામે આવી ચુક્યા છે.

ત્યારે સુરત શહેરમાં એક એવી વિચિત્ર ઘટના સમયે આવી આવી છે જે જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. ડ્રાઇવર તરીકે કામ કરતા પિતાનો મજૂરી કરતો પુત્રએ PUBG Game રમવા બાબતે પિતા પાસે રૂપિયા માંગ્યા. જોકે,  પિતાએ રૂપિયા આપવાનીના પાડી દેતા ગુસ્સે ભરાયેલા પુત્રએ તેના પિતા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઘટનામાં ઘાયલ પિતાને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લોકોના ટોળા એકત્રિત થઈ જતા પુત્રએ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમણે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article