ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં મોટો ઘટાડો

admin
1 Min Read

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતુ જોવા મળી છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 14 હજારથી નીચે પહોંચી ગઈ છે. રાજ્યમાં 23 ઓક્ટોબર સાંજથી 24 ઓક્ટોબર સાંજ સુધીમાં 1021 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,66,254 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1013 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3682 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,48,585 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 237 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 177, વડોદરામાં 117 અને રાજકોટમાં 103 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 15, જામનગરમાં 46, પંચમહાલમાં 15, અમરેલીમાં 19, સુરેન્દ્રનગરમાં 22 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13987 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article