નંબર વગરની કારમાં બેસીને મહિલાઓની છેડતી કરતો પોલીસ ઝડપાયો…

admin
1 Min Read

દિલ્હી પોલીસને લાંછન લાગે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નંબર વિનાની કારમાં સવાર થઈને એક પોલીસ કર્મચારી રસ્તાઓ પર પસાર થતી મહિલાઓની છેડતી કરતો હતો. આ મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા  સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી લીધી છે.

આરોપી  પોલીસકર્મી નંબર વગરની કારમાં બેસીને રસ્તે જતી મહિલાઓ પર અશ્લીલ કમેન્ટ પસાર કરતો હતો અને વિરોધ કરે તો ત્યાંથી ભાગી જતો હતો.

 

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં મહિલાઓની છેડતીની ફરિયાદો મળતી હતી. આરોપ મુજબ નંબર વગરની કારમાં બેઠેલો એક યુવક મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરીને ત્યાંથી ભાગી જતો હતો. આ ફરિયાદો બાદ દ્વારકા વિસ્તારમાં પોલીસ સ્ટાફને સતર્ક કરવામાં આવ્યો અને આરોપી યુવકને ઝડપી પાડવામાં આવ્યો તપાસમાં આરોપીનું નામ પુનીત ગ્રેવાલ છે અને તે દિલ્હી પોલીસનો જ સબ ઈન્સ્પેક્ટર હોવાનું જાણવા મળ્યુ હતું.

Share This Article